શહેરની જુદી જુદી સેવા વસ્તીઓમાં સંસ્કાર કેન્દ્ર ચલાવવામાં આવે છે. બાળકોનો બૌદ્ધિક તથા શારીરિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. રમતગમત, વાર્તાકથન, દેશભક્તિપૂર્ણ ગીતો, સુભાષિત દ્વારા તેમના શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય ઘડતરનો પ્રયાસ કરવામાં આવે છે. સ્વચ્છતા, નિયમિતતા, રાષ્ટ્રભક્તિ, ભાઈચારો વિગેરેના પાઠો સહજ રીતે શીખવા મળે તેવા કાર્યક્રમો સંસ્કાર કેન્દ્રમાં લેવામાં આવે છે.