ભારતીય સમાજના પાયારૂપ એકમ કુટુંબના સંસ્કારનો આધાર પરિવારની મહિલા છે. મહિલાઓ પરિવારને વધુ સારી રીતે મદદરૂપ થઇ શકે, સુશિક્ષિત બને, તેમનામાં વ્યવસ્થા અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેવા હેતુથી મહિલા સ્વાવલંબન કેન્દ્રની શરૂઆત કરેલી છે.

પ્રવૃત્તિઓ

  • સીવણ વર્ગ – ત્રણ વર્ષનો સીવણના શિક્ષણનો સ૨કારમાન્ય અભ્યાસક્રમ – બહેનોને શિખવવાની – પરિક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા.

  • એમ્બ્રોઇડરી વર્ગ – મશીનથી કલાત્મક ભરત-ગૂંથણ શિખવવામાં આવે છે.

  • હસ્તકલા, રંગોળી તેમજ મહેંદીના વર્ગો ચલાવવામાં આવે છે.

  • સિલાઇ કેન્દ્રમાં ઘરવપરાશનાં કપડાં વ્યાજબી ભાવે સીવી આપવામાં આવે છે.

  • ૫૨દા તથા મેડીકલ ગારમેન્ટ (હોસ્પિટલ તથા ઓપરેશન માટેના ખાસ કપડાં) તૈયા૨ ક૨વામાં આવે છે.

  • અત્યાર સુધીમાં લગભગ બસો જેટલી મહિલાઓ આ કેન્દ્રમાં સીલાઇકામ શીખીને પગભર બની શકી છે.

મહિલા પુસ્તકાલય

  • મહિલા પુસ્તકાલયમાં દૈનિક છાપાંઓ, મહિલાઓની રૂચિના સામાયિકો, પુસ્તકો વસાવવામાં આવ્યાં છે.

  • પુસ્તકાલયમાં નિરાંતે બેસીને વાંચવાની સગવડ છે.

  • ભરતગૂંથણ, મહેંદી, ઘ૨સુશોભન, વાનગીઓ માટેના સંદર્ભ પુસ્તકો મળી રહેશે.

  • સંદર્ભ પુસ્તકોમાંથી આવશ્યક માહિતીની ઝેરોક્ષ નકલ કરી આપવાની વિશેષ સગવડ પણ છે.

  • પ્રકલ્પનું સંચાલન મહિલાઓ જાતે જ કરે છે.