પ્રતિભા વિકાસ પ્રકલ્પ
Menus
પ્રતિભા વિકાસ પ્રકલ્પ
પ્રત્યેક વ્યક્તિમાં ભગવાનનો અંશ છે. અનેક બાળકોમાં અસામાન્ય બુધ્ધિમત્તા તેમજ શ્રેષ્ઠ ગુણો હોવા છતાં પ્રતિકુળ પરિસ્થિતિમાં અને યોગ્ય અવસરના અભાવે તેમની સુષુપ્ત શક્તિઓ વિકસી શકતી નથી.
શહેરના પછાત વિસ્તારોમાં રહેનારા અનેક બુધ્ધિમાન, પ્રતિભા સંપન્ન બાળકોને પરિસ્થિતિને કા૨ણે અભ્યાસ છોડીને આર્થિક ઉપાર્જન ક૨વું પડે છે. આનાથી સદ્ગુણ-સંપન્ન, કર્તવ્યવાન નેતૃત્વ વિના આવા વિસ્તારો વંચિત રહી જાય છે. આવા વંચિત બાળકોને યોગ્ય દિશાદર્શન તેમજ શિક્ષણ મળી રહે, તે વિચાર કેન્દ્રમાં રાખીને આ પ્રકલ્પની શરૂઆત ૧૯૯૩ માં કરવામાં આવી છે.
પ્રકલ્પની વિશેષતાઓ
પ્રકલ્પ શાળા કે કોચિંગ કલાસ બની ન રહેતા સાચા અર્થમાં સંસ્કારલક્ષી શિક્ષણ આપતો પ્રકલ્પ છે.
ધોરણ ૭ થી ૧૦ સુધીના ૮૦ બાળકો દરરોજ અભ્યાસ અર્થે આવે છે.
દ૨રોજ અઢી કલાક શિક્ષણ અને સંસ્કારની વિવિધ પ્રવૃત્તિઓ છે.
વિવિધ વિષયના અનુભવી શિક્ષકો દ્વારા અધ્યાપન કાર્ય અને માર્ગદર્શન
બાળકો માટે અભ્યાસ સાથે ઇતર પ્રવૃત્તિનું આયોજન
બાળકોને દરરોજ પોષ્ટિક નાસ્તો
દર વર્ષે બાળકોનું આરોગ્ય પરીક્ષણ