જો સમાજને, રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવવો હોય તો શિક્ષણ એ ખુબ જ જરૂરી છે. શિક્ષણ સાથે સંસ્કાર એ માનવને ઉત્તમ બનાવે છે તેમજ શિક્ષણ એ પાયાની જરૂરીયાત છે. મૂળભૂત અધિકાર છે. પણ આ પાયાની જરૂયાત મુળભુત અધિકાર બધાને પોસાય ખરો ? આર્થિક નબળા વર્ગના બાળકો કે જેઓ ટ્યુશન રાખી શકે તેમ નથી. તેમનું કોણ ? આપણે તેમને કઈ રીતે મદદ રૂપ થઈ શકીએ ?

આવી ઉમદા ભાવના માણિનગરના સેવા વિભાગના સ્નેહી-સજજન મિત્રોને થઈ શ્રી મધુભાઈ એન. બારોટ અને શ્રી શ્યામસુંદર જલાન

સેવા થકી શીક્ષણ આપવાની પરિકલ્પના કરી.

સંઘના વરિષ્ઠ કાર્યકર શ્રી મગનભાઈ પટેલ કડી રૂપ બન્યા અને મણીનગરની શૈક્ષણીક સંસ્થા આરાધના વિધા સંકુલના સંચાલક મહેશભાઈ પટેલનો સંપર્ક અને વિચાર વિમર્શ થકી શિક્ષણકાર્ય માટે વર્ગખંડ, પીવાનું પાણી, શૌયાલય, વિજબળતણ જેવી અનેક વ્યવસ્થા થઈ.

જાણીતા સંઘવિચારક અને શિક્ષણવિદ શ્રી જયેશભાઈ ઠક્કટ તેમના થકી જ “શ્રીગુરુજી જ્ઞાન મંદીર” ને વિના મુલ્ય સેવા થકી શિક્ષણ આપવા સંનિષ્ઠ શિક્ષક ગણ ઉપલ્બધ થયો.

તેમજ શ્રી કનુભાઈ રાઠોડે વાલી તરીકેની જવાબદારી સહર્ષ સેવાભાવથી સ્વીકારી, સાથે નિવૃત્ત સચીવ શ્રી નવીનભાઈ ઠાકર પણ આ સેવાકાર્યમાં જોડાયા અને સક્રીય બન્યા.

શ્રી ગુરુજી જ્ઞાન મંદીરની શરૂઆત ૭-૭-૨૦૦૯ થી થઈ હતી. અહિ શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે. અને સાથે ભારતીય સંસ્કૃતીનાં પાઠ પણ ભણાવવાં આવે છે. તેમજ સમયની સાથે શ્રી ગુરુજી જ્ઞાન મંદીરનો વિસ્તાર થવા લાગ્યો અને મણીનગર, ખોખરા, ભાઈપુરા, જશોદાનગર, ધોડાસર, વટવા, નારોલ, બહેરામપુર, કાંકરીયા જેવા બીજા અનેક આજુબાજુના વિસ્તારમાં સેવાની પ્રવૃત્તી વિસ્તરી . . .

શ્રી ગુરુજી જ્ઞાન મંદીરનાં વર્ગ સોમવાર થી શનીવાર સાંજે ૬ થી ૮ કલાક સુધી ચાલે છે. તેમજ રવિવારે ખાસ વિષયના વર્ગો અનુકુળતા મુજબ રાખવામાં આવતા હોય છે. ૧૦ માં ધોરણમાં અંગ્રેજી, ગણીત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ગુજરાતી વિષયો શિખવવામાં આવે છે.

જ્યારે ધોરણ ૧૨ માં આર્ટસ અને કોમર્સને લગતા વિષયો તેમજ અંગ્રેજી, અર્થશાસ્ત્ર જેવા વિષયો વર્ગમાં શીખવવામાં આવે છે.

ગુજરાતી માધ્યમમાં ચાલતા આ સેવાકીય શૈક્ષણિક વર્ગો ઓછી આવક ધરાવતા કુટુંબો માટે આશીર્વાદ સમાન છે.

શિક્ષણ પ્રવૃતિ વધુ રસપ્રદ બને તે હેતુથી જ્ઞાન મંદિરમાં ગુરુપૂર્ણિમા, રક્ષબંધન, શરદોત્સવ અને ભારતમાતા પૂજન જેવા તહેવારો આગવી શૈલી અને હિંદુ પરંપરા અનુસાર ઉજવવામાં આવે છે.

તેમજ દરેક વિધાર્થીનો બૌદ્ધિક વિકાસ થાય, શારીરિક તંદુરસ્તી સારી રહે, વ્યક્તિનું ધડતર થાય, સારા ચારિત્ર્યનું નિર્માણ થાય તે માટે સાપ્તાહિક શાખા બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ લેવામાં આવે છે. જેમાં બહેનોના કાર્યક્રમ સેવિકા સમિતિ આયોજન કરે છે.

દર રવિવારે સ્વામી વિવેકાનંદ કેન્દ્ર પણ ચલાવાય છે. આ કાર્યક્રમ ઉપરાંત સૂર્યનમસ્કાર, વકૃત્વ સ્પર્ધા વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

વાલી બેઠકનું આયોજન કરવામાં આવે છે. વિધાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજના નામાંકીત અને વિશિષ્ટ મહાનુભવોને આમંત્રણ આપી કાર્યક્રમો કરવામાં આવે છે. જેથી વિધાર્થીને ભવિષ્ય માટે માર્ગદર્શન અને પ્રેરણા મળે.

શ્રી ગુરુજી જ્ઞાન મંદિર વિધાર્થીને વિના મૂલ્યે શિક્ષણ તો આપે જ છે પણ સાથે સાથે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, ચોપડા પેન, પરીક્ષાલક્ષી સાહિત્ય આપવામાં આવે છે.

અહી દર બે મહિને પરીક્ષા પણ લેવામાં આવે છે. જેમાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

જ્ઞાન મંદીર દ્વારા વિવિધ પ્રવાસોનું આયોજન નિઃશુલ્ક કરવામાં આવે છે. જેમાં ફરવા સાથે નવુ જોવા શીખવા મળે તેવા સ્થળે લઈ જવામાં આવે છે.

આ એક એવી ઉમદા સંસ્થા છે. કે જ્યા આમાંનાં કોઈ પણ ખર્ચ પેટે વિધાર્થી કે વાલી પાસેથી કોઈ રકમ લેવામાં આવતી નથી. સંસ્થાને મળતી સખાવતો દ્વારા જ સંસ્થાના સઘળા વ્યવહારો ચાલે છે.

સંસ્થાના વિધાર્થીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં બળાકોને દંત ચિસિક તથા આખોના નંબરની તપાસ કરાય છે. અને તે માટે ચશ્માનું ફ્રી વિતરણ પણ કરવામાં આવે છે. સંસ્થાના વિધાર્થીઓ કોઈ ખોટા વ્યસનોમાં ના વળે તે માટે વ્યસન મુક્તિના કાર્યક્રમો કરીને તેમને સાચી સમજ પણ આપાવાનમાં આવે છે.

સંસ્થામાં વિધાર્થીઓને વધુ સારું જ્ઞાન આપી શકાય તે માટે સંસ્થામાં વિડિયો પ્રોજેક્ટર પણ વસાવ્યું છે. જેથી વિધાર્થીઓને સીડી ઓડિયો વિડિયો દ્વારા સારો શૈક્ષણિક અભ્યાસ કરાવી માર્ગદર્શન આપી શકાય. ટૂંકમાં ન કલ્પી શકાય તેવા આ એક લાગણીશીલ અને ભાવાત્મક પરીવાર છે “વિધાદાન એ જ ઉતમ દાન” આ ઉક્તિ અહીં વાસ્તવિક રૂપમાં દૃશ્યમાન થાય છે

સારાં કાર્યો ની:સ્વાર્થ ભાવે કરાય, પ્રમાનિકપણે થાય તો તે કાર્ય હંમેશા બેવડાય છે ખૂબ ઝડપી આગળ વધે છે. ઇશ્વર પણ સાથે આવે છે. સમાજ સમજદાર લોકો પણ હંમેશા આવા કાર્યોને બિરદાવે છે અને સાથ આપે જ છે કારણ કે આ કર્યો શુભ હેતુથી, શુભ ભાવના અને શુભ સંકલ્પો સાથે કરવામાં આવે છે.